પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાનો અંત નથી આવી રહ્યો. અનામતના નામે બળવો પણ થયો. શેખ હસીનાએ પણ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું, પરંતુ હિંસાની આગ હજુ પૂરી થઈ નથી. બાંગ્લાદેશમાં તખ્તાપલટની અસર ભારત પર પણ પડી છે. ખાસ કરીને જે કંપનીઓએ જંગી રોકાણ કર્યું છે, જે બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, તેમને મોટો ફટકો પડ્યો છે. ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ યાદીમાં સામેલ છે, જેમને મોટું નુક્સાન થઈ શકે છે. અદાણી સહિત દેશની પાંચ મોટી પાવર કંપનીઓને એક ડોલરથી વધુ એટલે કે આશરે રૂ. ૮૪૦૦ કરોડનું નુક્સાન થઈ શકે છે.
બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરતી કંપનીઓને મોટું નુક્સાન થઈ શકે છે. હિંસાને કારણે કંપનીઓની ચૂકવણી અટકી પડી છે. અદાણી સહિતની પાંચ વીજ કંપનીઓ પાસે ૧ બિલિયનથી વધુનું બાકી લેણું છે, જે બાંગ્લાદેશ સરકારે ચૂકવવાનું છે, પરંતુ ત્યાંની રાજકીય અસ્થિરતાને કારણે આ કંપનીઓને ભારે નુક્સાન થઈ શકે છે. ગૌતમ અદાણીના જંગી નાણાં બાંગ્લાદેશમાં ફસાયેલા છે. અદાણી પાવર ઝારખંડમાં ગોડ્ડા પાવર પ્લાન્ટ દ્વારા બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. સત્તાપલટો બાદથી કંપનીઓને ચૂકવણી અટકી પડી છે. અદાણી પાવરે બાંગ્લાદેશને વિજળી પુરવઠાના બદલામાં લગભગ ૮૦૦ મિલિયન ડોલર એટલે કે રૂ. ૬૭૦૦ કરોડથી વધુની ચૂકવણી કરવાની છે, પરંતુ હિંસા અને બળવાને કારણે તેના પર શંકાઓ પ્રવર્તી રહી છે.
અદાણી પાવર ઉપરાંત પીટીસી ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પણ બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. સેલ એનર્જી ઇન્ડિયા અને રાજ્ય પાવર એનટીપીસી બાંગ્લાદેશમાં પાવર સપ્લાય કરે છે. આ કંપનીઓના બિલનું પેમેન્ટ પણ અટવાયું છે. ચૂકવણી અટવાયેલી હોવા છતાં, ભારતીય કંપનીઓએ બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો હાલમાં બંધ કર્યો નથી. એવું માનવામાં આવે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધોને કારણે કંપનીઓ અત્યાર સુધી સપ્લાય જાળવી રહી છે.
બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને કારણે કંપનીઓએ હજુ સુધી વીજ પુરવઠો બંધ કર્યો નથી, પરંતુ બાકી ચૂકવણીમાં વિલંબને કારણે કંપનીઓ લાંબા ગાળામાં તેમ કરી શકશે નહીં. હિંસા અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલ બાંગ્લાદેશ જો વીજ કંપનીઓના પેમેન્ટનો મુદ્દો જલ્દી ઉકેલે નહીં તો તેને અંધકારમાં ડૂબી જવું પડી શકે છે. ચુકવણી વિના, કંપનીઓ માટે લાંબા ગાળામાં વીજ પુરવઠો ચાલુ રાખવો મુશ્કેલ બનશે. જો બાંગ્લાદેશ અદાણી પાવર સહિત અન્ય વીજ કંપનીઓના બાકી લેણાં નહીં ચૂકવે તો કંપની બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો અટકાવી શકે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશને અંધકારમાં ડૂબી જવાના ભયનો સામનો કરવો પડશે.