દિપીકા પાદુકોણ બની ભારતીય સિનેમાની ટોચની અભિનેત્રી, સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો

દીપિકા પાદુકોણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું તે નામ છે જેને મોટાભાગના લોકો ફિલ્મોમાં જોવાનું પસંદ કરે છે. દીપિકા પાદુકોણ ખૂબ જ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે અને તે આ તબક્કાને ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે.પરંતુ તે પહેલા દીપિકાએ વિશ્વભરમાં પોતાની હાજરી સ્થાપિત કરીને ભારતીય સિનેમામાં સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. અભિનેત્રી રૂ. ૧૦,૦૦૦ કરોડની વર્લ્ડ વાઇડ ક્લબમાં સત્તાવાર રીતે પ્રવેશ કરવા માટે તૈયાર છે.

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ રોહિત શેટ્ટી સાથે સિંઘમ અગેઈન છે. આ ફિલ્મમાં તે પોલીસ ઓફિસર તરીકે કોપ યુનિવર્સમાં પ્રવેશ કરશે અને હલચલ મચાવશે. આ ફિલ્મ વિશે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સિંઘમ અગેઇન ચોક્કસપણે વિશ્ર્વભરમાં ૨૦૦ કરોડથી વધુની કમાણી કરશે.

આ સાથે દીપિકા પાદુકોણ સત્તાવાર રીતે રૂ.૧૦,૦૦૦ કરોડના ક્લબમાં પ્રવેશ કરશે. સિંઘમ અગેઇન દીપિકા પાદુકોણના કરિયરની ૩૦મી ફિલ્મ હશે, જેના દ્વારા તે ઈતિહાસ રચવા માટે તૈયાર છે.સર્વેમાં દીપિકા પાદુકોણને ફરી એકવાર ભારતની ટોચની અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. જે ૨૦૨૩ પછી પણ રહેશે. દીપિકા પાદુકોણની લોકપ્રિયતા વધી છે. ગયા વર્ષે તેમનો પોલ નંબર ૨૩.૮% હતો, જે આ વર્ષે વધીને ૨૪.૭% થયો છે. તે માત્ર ભારતની ટોચની સુપરસ્ટાર નથી, પરંતુ એક અગ્રણી ગ્લોબલ એમ્બેસેડર પણ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે.

દીપિકા પાદુકોણે માત્ર એક વર્ષમાં બોક્સ ઓફિસ પર ૩૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો બતાવ્યો છે. આ સિદ્ધિ એ સાબિત કરે છે કે તે માત્ર એક અગ્રણી અભિનેત્રી નથી પણ બોલિવૂડની ટોચની અભિનેત્રી પણ છે. દીપિકા પાદુકોણ પણ તેની તાજેતરની હિટ ફિલ્મોની સફળતાનો આનંદ માણી રહી છે.

તેમની ફિલ્મોમાં ’પઠાણ’ (૧૦૫૦.૩ કરોડ), ’જવાન’ (૧૧૫૦ કરોડ), ’ફાઇટર’ (૩૩૭.૨ કરોડ) અને ’કલ્કી’ (૧૨૦૦ કરોડ)નો સમાવેશ થાય છે. જેણે દુનિયાભરમાં ૩૬૮૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર આ શાનદાર પ્રદર્શને તેણીને ભારતની ટોચની અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે.