દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦થી ૧૨ ઇંચ વરસાદ ખાબક્તા તેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયામાં છેલ્લા ૪ કલાકમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા હતા.મેઘરાજા ધબધબાટી બોલાવતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.રામનાથ, સોસાયટી, ચાર રસ્તા, નગરગેટ, જોધપુરગેટ, સહિતના માર્ગો પર નદી જેમ વરસાદી પાણી વહેતા થયા છે. ખંભાળિયા શહેરમાં દિવસ દરમિયાન ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ પણ ખંભાળિયા શહેરમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે.