ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે પહેલા ઝારખંડ મુક્તિ મોરચાથી નારાજ પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને એક નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની નવી પાર્ટી બનાવી શકે છે.
દિલ્હી જતા પહેલા યશવંત સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગો સાથે ચર્ચા કર્યા બાદ અટલ વિચાર મંચ (છફસ્)ની રચના અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. અગાઉ, રવિવારે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા પૂર્વ ભાજપ કાર્યકારી સભ્ય અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ જયંત સિંહાના પ્રતિનિધિ સુરેન્દ્ર કુમાર સિંહાએ કરી હતી અને તેમાં જયંત સિંહા અને યશવંત સિંહા બંનેના સમર્થકોએ ભાગ લીધો હતો.
માહિતી અનુસાર, બંને નેતાઓના સમર્થકોએ નવી પાર્ટી પ્રત્યે ઉત્સાહ વ્યક્ત કર્યો અને તેને ઝારખંડના મતદારો માટે સંભવિત વિકલ્પ તરીકે જોયો. આ મીટિંગમાં હાજર એક સમર્થકે જણાવ્યું કે યશવંત સિંહાએ પાર્ટીના નામનો પ્રસ્તાવ અટલ વિચાર મંચનો રાખ્યો, જે સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોનું પાલન કરશે.
તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા યશવંત સિન્હાએ ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૯માં હજારીબાગ લોક્સભા સીટથી લોક્સભા ચૂંટણી જીતી હતી. ૨૦૦૪માં તેઓ સીપીઆઈના ઉમેદવાર ભવનેશ્વર મહેતા સામે હારી ગયા હતા. ૨૦૧૪માં ભાજપે તેમના મોટા પુત્ર જયંત સિન્હાને હજારીબાગ સીટ માટે ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, તાજેતરની લોક્સભા ચૂંટણીમાં મનીષ જયસ્વાલે જયંત સિન્હાની જગ્યાએ ચૂંટણી લડી હતી અને ૨.૭૬ લાખ મતોની સરસાઈથી જીત મેળવી હતી.