મહિસાગર જીલ્લામાં 24 કલાક ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ નદી-નાળાઓ છલકાયા છે. જીલ્લામાં ધરતીપુત્રો કાગડોળે મેધરાજાની રાહ જોતા હતા. ત્યારે સાર્વત્રિક મેધમહેર કરતાં ખેડુતોમાં ખુશી જોવા મળી હતી.
મહિસાગર જીલ્લામાં ભારે વરસાદને લઈ નદી-નાળાઓ છલકાયા છે. અવિરત 24 કલાક પડેલ ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફરવાયા હતા. ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાન થયું હતું.
મહિસાગર જીલ્લામાં 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા…
- ખાનપુર – પ ઈંંચ
- કડાણા – 4 ઈંંચ
- સંતરામપુર – 8 ઈંંચ
- લુણાવાડા – 4 ઈંંચ
- બાલાસીનોર – 10 ઈંંચ
- વિરપુર – પ ઈંંચ