ગોધરા તાલુકાના કાંકણપુર ગામ સહિત આસપાસના વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ઠપ થયું. જેના કારણે લોકોને અનેક સુવિધાઓ બંધ થઈ હાલ સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં વીજ કંપનીનું કાંકણપુર વીજળી સબ ડીવીઝનથી આસપાસના વિસ્તારોમા વીજ પુરવઠો ખોરવાયો હતો.
જેના કારણે આસપાસમાં ચાલતા મોબાઈલ નેટવર્ક ટાવર બંધ થયા હતા જેના કારણે લોકોને પેટ્રોલ, દુકાન,જેવી વિવિધ જગ્યાઓ ઓનલાઈન પેમેન્ટ ફોન- પે, ગૂગલ પે, જેવી મોબાઈલ સુવિધાઓ બંધ થઈ જતા લોકો અટવાયા તેમજ આવી સ્થિતિમાં કોઈ ઇમરજન્સી સેવાનો લાભ લેવો પણ મુશ્કેલ બન્યો હતો, સાથે લાઈટ ના હોવાથી એ.ટી.એમ મશીનો, પેટ્રોલપંપ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. કાંકણપુર વીજ સબ ડિવિઝનને સ્થાનિક રહીશો તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ તેમની પ્રિ-મોનસૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે તેમજ છેલ્લા 24 કલાકથી લાઈટ ના મળતા ગ્રાહકોએ તેમના વોટ્સએપ નંબર, ટોલફ્રી નંબર તેમજ એમ.જી.વી.સી.એલ એપ ઉપર ફરિયાદ નોંધાવેલ છે. તેમ છતા કોઈ નિરાકરણ ના આવતા લોકો રોષે ભરાયા હતા.