કુદરતી આફત સામે દાહોદ જીલ્લા પશુપાલન વિભાગની ટીમ ખડે પગે

  • ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામે મકાન પડતાં પશુઓને ઈજા થતા તાત્કાલિક પશુપાલન ટીમ સ્થળ પર પહોંચી શરૂ કરી સારવાર.

જીલ્લામાં ભારે વરસાદને પગલે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સતત મોનીટરીંગ કરીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જીલ્લામાં આજ રોજ ફતેપુરા તાલુકાના હિંડોલીયાખાતે મકાન પડી જતાં અબોલ પશુઓ ઇજાગ્રસ્ત થતાં જીલ્લા કલેકટરને જાણ થતાં નાયબ પશુપાલન કમલેશ ગોસાઈ ને જાણ કરતાં પશુપાલનની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈને પશુઓની સારવાર ચાલુ કરાઇ હતી.