વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વિકાસની પોલ ખુલી અંધેર વહીવટના લીધે ઘૂસર રોડ ઉપર વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાયા

હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે પંચમહાલ જીલ્લામાં ઠેર ઠેર ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે પણ ભારે વરસાદને લઈને ઘૂસર રોડ નાના મોહલ્લા જેવા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે કુદરત સામે ભલભલા લાચાર બની જતા હોય છે, પણ વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર એ આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થાના કરી હોય જેથી આ વિસ્તારમાં ગટરની વ્યવસ્થા કરવામાં આવેતો વરસાદી પાણીનો પ્રશ્ન હલ થાય તેમ છે.

ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર સારી રીતે જાણે છે કે દર વર્ષે આજ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયતના અંધેર વહીવટના લીધે લોકોને હાલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઘૂસર રોડ પ્લોટ વિસ્તાર નાના મોહલ્લા જેવા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો ચિંતાતુર બન્યા હતા અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બજારમાં આવવા જવવા પાણીમાં થઈને પ્રસાર થવા મજબુર બન્યા હતા. ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ઠેર ઠેર ખાડા ટેકરા વાળા રોડના લીધે ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેલા પાણીને લઈને સ્થાનિક રહીશો વધુ ચિંતાતુર બન્યા હતા.

ત્યારે સ્થાનિક રહીશોએ વેજલપુર ગ્રામ પંચાયત ઉપર અનેક આક્ષેપો કર્યા હતા અને પોતાના વિસ્તારના દર વર્ષે નજીવા વરસાદ અને ભારે વરસાદને લઈને ખુબજ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ દૂર કરવામાં આવે તેવી અનેક રજૂઆતો સ્થાનિક રહીશોએ કરી હતી અને વેજલપુર ગ્રામ પંચાયતના અંધેર વહીવટ કરતા લોકોનું ધ્યાન દોર્યું હતું.

તેમ છતાં કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહેલું ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર અને ભ્રષ્ટાચાર કરવામાં ભાન ભૂલેલ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારની સમસ્યાઓ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું જેથી કહી શકાય કે આવી કપરી પરિસ્થિતિમાં કુદરત કરતા વધારે જવાબદાર વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર કહી શકાય ત્યારે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે ગટર બનાવા માટે છેલ્લા કેટલાક સમયથી પાઇપો આવીને પડી રહી છે. તેવું સ્થાનિકો જણાવી રહયા છે તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તે વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલુ કર્યું નથી.

જો વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા પેહલા આ ગટર અંગેની કામગીરી કરવામાં આવી હોત તો આજે આ કપરી પરિસ્થિતિ ના સર્જાયી હોત ત્યારે હવે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં ગટર લાઇનનું કામ કરીને સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીઓનો કાયમી અંત લાવવો ખુબજ જરૂરી બન્યું છે. ત્યારે વેજલપુર ગામમાં અતિથિ અતિ ભારે વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં આવેલ ઘરો માં પાણી ભરાતા સ્થાનિક વહીવટી તંત્ર એ મુલાકાત લીધી હોય તેવું લોક મુખે જાણવા મળ્યું છે. જેથી જીલ્લાનું વહીવટી તંત્ર આ વિસ્તારની મુલાકાત લય કાયમી સમસ્યાઓનો અંત લાવે તે જરૂરી બન્યું છે