તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓ’બ્રાયને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને આગામી જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ પરના ૧૮ ટકા જીએસટી ની તાત્કાલિક સમીક્ષા કરવા અપીલ કરી હતી. તેને પરત લેવા પણ તાકીદ કરી હતી. ટીએમસી નેતાએ સીતારમણને પત્ર લખીને આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર જીએસટી પાછી ખેંચવાની માંગ કરી હતી.
સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર ૧૮ ટકા જીએસટીએ ૪૫ કરોડ મયમ વર્ગના ભારતીયો પર બોજ છે. આ વીમા યોજનાઓ કટોકટીના સમયે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે, ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું. તેમણે ચિંતા વ્યક્ત કરી કે સ્વાસ્થ્ય અને જીવન વીમા પર ય્જી્ના ઊંચા દરો લાદવાથી ઘણા લોકો વીમા યોજનાઓ પસંદ કરતા અટકાવશે. ઉપરાંત, ઘણા લોકો તેમની પોલિસી રિન્યૂ કરી શકશે નહીં. તેનાથી મોટી સંખ્યામાં મયમ વર્ગ પ્રભાવિત થઈ રહ્યો છે.
ડેરેક ઓ બ્રાયને કહ્યું કે ટીએમસી સહિત વિપક્ષી દળોએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાણામંત્રીને પત્ર લખીને વીમા પ્રિમીયમ પર જીએસટી પાછી ખેંચવાની વિનંતી કરી હતી. ઓ’બ્રાયને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક પત્રને પણ ટાંક્યો હતો જેમાં નાગપુર ડિવિઝન જીવન વીમા નિગમ કર્મચારી સંઘની ચિંતાઓ ઉઠાવવામાં આવી હતી.
ટીએમસી નેતાએ કહ્યું, ૬ ઓગસ્ટે ૨૦ રાજકીય પક્ષોના ૩૫૦ સાંસદોએ સંસદમાં વિરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ આ બાબતે તમને પત્ર લખ્યો હતો. ટીએમસી નેતાએ કહ્યું, કેન્દ્ર સરકારે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ૨૦૪૭ સુધીમાં ’બધા માટે ઈન્સ્યોરન્સ’નું લક્ષ્ય નક્કી કર્યું છે. આ હાંસલ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના ૧૮ ટકા જીએસટી દરને રદ કરવો.
તેમણે વધુમાં કહ્યું, હું તમને ૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૪મી બેઠકમાં આ બાબતની તાત્કાલિક સમીક્ષા કરવા અને આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ પરના ૧૮ ટકા જીએસટી દરને રદ કરવા વિનંતી કરું છું. ઘણા વિરોધ પક્ષોએ પણ તેને રદ્દ કરવાની માંગ કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જીએસટીમાં કોઈપણ સુધારાને જીએટી કાઉન્સિલની મંજૂરી હોવી જોઈએ.