સીતારામન, ગોયલ, જયશંકર, વૈષ્ણવ ભારત-સિંગાપુર મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેશે

નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, એસ જયશંકર સહિત ચાર મંત્રીઓ સોમવારે ભારત-સિંગાપોર મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેશે. આ પહેલનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપાર અને આથક સંબંધોને ગાઢ બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-સિંગાપોર મિનિસ્ટરિયલ રાઉન્ડ ટેબલ બેઠક ૨૬ ઓગસ્ટે સિંગાપોરમાં યોજાશે. ગોયલ ડીબીએસ બેક્ધ, ટેમાસેક હોલ્ડિંગ્સ, ઓમર્સ, કેપેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિંગાપોરમાં ઓનર્સ ફોરમ સહિતના અગ્રણી વૈશ્ર્વિક બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે. નિવેદન અનુસાર, મંત્રીઓ ભારતમાં વધતી બજારની તકો અને મજબૂત વૃદ્ધિ દર વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની વ્યૂહરચના પર વિચાર કરશે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ બીજા ભારત-સિંગાપોર પ્રધાન સ્તરીય રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન મંત્રી સિંગાપોરના મંત્રીઓ અને નેતૃત્વ સાથે વાતચીત કરશે.આઇએસએમઆરએ ભારત-સિંગાપોર દ્વિપક્ષીય સંબંધો માટે નવો એજન્ડા સેટ કરવા માટે સ્થાપિત એક અનોખી વ્યવસ્થા છે. તેની પ્રથમ બેઠક સપ્ટેમ્બર ૨૦૨૨માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. નિવેદન અનુસાર, આ બીજી મીટિંગ બંને પક્ષોને તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં અને તેને વધુ વધારવા અને વિસ્તૃત કરવા માટે નવા રસ્તાઓ શોધવામાં મદદ કરશે.

સિંગાપોર ભારત માટે એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)નો મુખ્ય ોત છે. છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં, સિંગાપોર ભારતીય બજારોમાં ૧૧.૭૭ અબજ ડોલરના રોકાણ સાથે એફડીઆઇનો સૌથી મોટો ોત હતો. એપ્રિલ ૨૦૦૦થી માર્ચ ૨૦૨૪ સુધીમાં સિંગાપોરમાંથી કુલ એફડીઆઇનો પ્રવાહ ૧૫૯.૯૪ બિલિયન હતો. દ્વિપક્ષીય વેપારના સંદર્ભમાં, સિંગાપોર ૨૦૨૩-૨૪માં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું. કુલ વેપાર ૩૫.૬૧ બિલિયનનો હતો, જે આશિયાન(એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ) સાથે ભારતના કુલ વેપારના લગભગ ૨૯ ટકા છે. ભારતની નિકાસ ૧૪.૪૧ અબજ ડોલર હતી જ્યારે આયાત ૨૧.૨ અબજ ડોલર હતી.