પંચમહાલ જિલ્લાના જીવા દોરી સમાન પાનમ જળાશયમાં સતત પાણીની નવી આવક થતા જળ સપાટીમાં વધારો થવા સાથે 70% પાણીથી ભરાઈ ગયો હતો.જ્યારે પાનમ જળાશયમાં ઉપરવાસમાંથી 50,244કયુસેક પાણીની આવક થઇ હતી.
પંચમહાલ જિલ્લાના જીવા દોરી સમાન પાનમ ડેમ ના ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં પાણીની નવી આવક નોંધાઈ હતી દિવસ દરમિયાન જળાશયમાં સતત પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો હતો,જ્યારે પાનમ ડેમમાં 50,244 કયુસેક પાણીની નવી આવક થવા સાથે જળ સપાટી 124.70મીટર પહોંચી હતી.ખેડૂતોની માર્ગને લઈને પાનમ સિંચાઈ કેનાલમાં 300કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતુ.જોકે પાનમ જળાશય ના ઉપરવાસ માંથી પાણીની નવી આવક થતા જળાશય 70% પાણીથી ભરાઈ ગયો હતો. જળાશયમાં થઈ રહેલી નવી પાણીની આવકને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.