કાલોલ ના ટી.આર.બી.જવાનો ઉપર કયા અધિકારીના આશીર્વાદ : ટી.આર.બી. દ્વારા વાહન ચાલકોના મેમાં બનાવતા હોવાથી ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પંચમહાલ જીલ્લા ના ગોધરા હાલોલ રોડ ઉપર આવેલ કાલોલ પોલીસ સ્ટેશન ના ટી આર બી જવાનો ઉપર કયા અધિકારી ઓના આશીર્વાદ કે પછી ઉઘરાના કરવાનો ટી આર બી જવાનો ને ખુલ્લો છૂટો દોર આપી દેવામાં આવ્યો છે કે શુ તેવા અનેક લોકોના મનમા શંકા ના સવાલો સેવાય રહયા છે કાલોલ શહેર ડેરોલ સ્ટેશન ચોકડી સામે આવેલ ચોકી બહાર જાહેરમાં માર્ગ રોડ ઉપર ટી આર બી જવાનો નો કાયદા વિરુદ્ધ નો ખુલ્લો ખેલ ખેલાતા હોવાનું નળી આંખે દેખાય રહયુ છે.

તેમ છતાં ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ મુખ પેશક બની ખુલ્લે આમ ચાલતા વાહન ચાલકો ને ટી આર બી જવાન કાયદા વિરુદ્ધ મેમાં આપી વાહન ચાલકો ને હેરાન પરેશાન કરી ટી આર બી જવાનો મોટા અધિકારીઓ બની બેઠા છે અને ટી આર બી જવાનો ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેમાં રશીદ બનાવવા તેમજ ઉઘરાના કરવા માટે લાયસન્સ આપી દીધું હોય તેમ લાગે છે ટી આર બી જવાન મેમાં બનાવતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે દૂધ આપતી ગાય સ્વંને પ્યારી લાગે અને જો ગાય દૂધ ના આપે તો માલિક દ્વારા ગાયો ને જાહેર માર્ગો ઉપર રખડતા મૂકી દેવામાં આવે છે .

તેવુજ કાલોલ માં ના ટી આર બી જવાનો દૂધ આપતી ગાય લાગી રહી છે જેથી ખુલ્લેઆમ જાહેર માર્ગ ઉપર બોકડા ઉપર ટી આર બી જવાન મેમાં બુક લઈને કોઈપણ અધિકારી કે કાયદાનો ડર રાખીયા વગર વાહન ચાલકો ને રોકી મોટા અધિકારી બની ટી આર બી જવાન જાતે વાહન ચાલકો ને મેમો આપતા હોય જેથી જાગૃત નાગરિક દ્વારા પોતાના વાહન માંથી ફોટા તેમજ વીડિયો બનાવી સોશિયલ મીડિયા ના માધ્યમ થી ફોટા વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે જેથી ફોટા વીડિયો જોતા એક ટી આર બી જવાન મેમાં બુક લય વાહન ચાલક ના મેમાં બનાવે છે .

તો બીજી તરફ અન્ય ટી આર બી જવાન વાહનો રોકી રહયા છે જેથી ટી આર બી જવાન નો વાહન ચાલકો ને ભયંકર ત્રાસ આપી હેરાન કરતા હોય જેથી જાગૃત નાગરિક વાહન ચાલક દ્વારા ફોટા વીડિયો બનાવી સોશિયલ મીડિયા માં વાયરલ કર્યા હોવાથી ગોધરા હાલોલ રોડ ઉપર ચાલતા વાહન ચાલકો ટી આર બી જવાનો ના ત્રાસ થી તાહીમામ પોકારી ગયા છે ટી આર બી જવાનો કાલોલ તાલુકા ના આજુબાજુ ના ગામોના સ્થાનિક હોવાથી રોફ જમાવવતા હોવાનું લાગી રહયું છે જેથી હવે વાહન ચાલકો પણ ટી આર બી જવાનો ના ફોટા વીડિયો વાયરલ કરતા હોય તેમ લાગી રહયું છે જેથી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ કરી ટી આર બી જવાનો ને શિક્ષામક પગલાં લય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટી આર બી જવાનો ને કાલોલ શહેર થી અન્ય શહેરો માં બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છ.