ફતેપુરાના ધુધસ ગામે જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપ્યા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ચેકપોસ્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી જાહેરમાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતા જેમાં 05 જુગારીઓ પૈકી પોલીસે 03 જુગારીઓને ઝડપી પાડી તેઓ અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 14,010ની રોકડ રકમ કબજે કરી જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગત તા.23મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ફતેપુરાના ઘુઘસ ગામે ચેક પોસ્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા 05 જુગારીઓ પૈકી પોલીસે ભરતભાઈ રમણભાઈ પારગી, થાવરાભાઈ મખાભાઈ કટારા અને રમેશભાઈ કાળુભાઈ કટારાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં જ્યારે મુકેશભાઈ બચુભાઈ ભુરીયા અને સુરેશભાઈ ચંપાભાઈ કટારા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી પોલીસે કુલ રૂા.14,010ની રોકડ રકમ કબજે કરી આ સંબંધે ફતેપુરા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.