બાપ્પાનું ભવ્ય આગમન: શ્રી ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ છપૈયા ધામ સોસાયટી કાછીયા જ્ઞાતિ સમાજ લુણાવાડા દ્વારા ગણપતિજીનું શોભાયાત્રા યોજી ભવ્ય આગમન કરાયું

ગણેશ ચતુર્થી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ શહેરોમાં ગણેશજીની આગમન યાત્રા યોજાઈ રહી છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ ઉલ્લાસભેર બાપ્પાની અલગ અલગ ગણેશ મંડળો દ્વારા પધરામણી કરવામાં આવનાર છે. જેને લઈ ગણેશ મંડળો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શ્રી ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ છપૈયા ધામ સોસાયટી કાછીયા જ્ઞાતિ સમાજ લુણાવાડા દ્વારા ગણપતિજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 38માં વર્ષમાં મંગલ પ્રવેશમાં શ્રીજીની પ્રતિમાનું શહેરના એસ.ટી ડેપો ખાતેથી ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજી આગમન કરાયું હતું. આ શોભાયાત્રા એસ.ટી ડેપો ખાતેથી નીકળી લુણાવાડા શહેર મુખ્ય હાઇવે ચાર રસ્તા થઈ પરશુરામ ચોક થઈ છપૈયા ધામ સોસાયટી પહોંચી હતી. રસ્તામાં અલગ અલગ જગ્યાએ આતશબાજી કરી ભવ્ય આગમન કરાયું હતું. આ આગમન યાત્રામાં લુણાવાડા કાછીયા સમાજ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.