ઝેડ પ્લસ સુરક્ષા અધિકૃત માહિતી મેળવવાનું માધ્યમ બની શકે છે, શરદ પવાર

મહારાષ્ટ્રમાં આગામી થોડા મહિનામાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને બધા જાણે છે કે મહારાષ્ટ્રના સમગ્ર રાજકારણનો સૌથી મોટો ચાણક્ય કોણ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ શરદ પવારની. એનસીપીના સ્થાપક શરદ પવાર, જેમણે ૨૦૧૯ માં મહા વિકાસ અઘાડીની રચના કરી અને ઉદ્ધવ ઠાકરેને સીએમ પદ સુધી પહોંચાડ્યા, તેમની ગણના દેશના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે બાદમાં ભાજપે બદલો લીધો હતો. ત્યારથી મહારાષ્ટ્રની રાજનીતિએ ૩૬૦ ડિગ્રીનો વળાંક લીધો છે. આ ૫ વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે અને હવે ફરીથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના આરે ઉભું છે.

ગમે તેટલો બદલાવ આવે, શરદ પવાર રાજકારણમાં ખડકની જેમ અડગ રહે છે. ભત્રીજા અજિત પવારે એનસીપી તોડીને પોતાના અધિકારો સ્થાપિત કર્યા. લોક્સભા ચૂંટણીમાં શરદ પવારના વારસાને આગળ વધારવા માટે તેમના પત્ની સુનેત્રા પવારને બારામતીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. બારામતી શરદ પવારનો ગઢ છે. વર્ષોથી તે ત્યાંથી લડી રહ્યો છે અને જીતી રહ્યો છે. હવે તેમની પુત્રી સુપ્રિયા સુલે ત્યાંથી લડે છે.

તેથી તેમને તેમના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવે છે પરંતુ અજિતના પગલાથી વાતાવરણ ગરમાયું પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે જનતાએ શરદ પવારને જ સમર્થન આપ્યું. લોક્સભા ચૂંટણીના દૃષ્ટિકોણથી, શરદ પવારે મહાયુતિથી બદલો લેતા, બારામતી સહિત મહારાષ્ટ્રની ૯ બેઠકો પોતાના દમ પર જીતી લીધી, જે તેઓ પહેલાં ક્યારેય કરી શક્યા નહોતા.

આ હંગામા વચ્ચે ગત બુધવારે અચાનક સમાચાર આવ્યા કે કેન્દ્ર સરકારે શરદ પવારને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. વીઆઈપીને આપવામાં આવતી સુરક્ષાનું આ સર્વોચ્ચ સ્તર છે. અૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃા સમાચારે બધાને ચોંકાવી દીધા. સ્વાભાવિક રીતે જ સવાલ એ ઊભો થયો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રે આવો નિર્ણય કેમ લીધો? હવે આનો જવાબ ખુદ શરદ પવારે આપ્યો છે. તેમણે કહ્યું કે તેમને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા તેમના વિશે અધિકૃત માહિતી મેળવવાનું માયમ બની શકે છે.

જ્યારે તેમની સુરક્ષા વધારવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, રાજનેતા (૮૩) એ નવી મુંબઈમાં પત્રકારોને કહ્યું કે તેઓ આ પગલા પાછળના હેતુ વિશે જાણતા નથી. પવારે કહ્યું, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને કહ્યું કે સરકારે ત્રણ લોકોને ’ઝેડ પ્લસ’ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે અને હું તેમાંથી એક છું… અન્ય બે રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છે.

તેમણે કટાક્ષ કર્યો, ચૂંટણી નજીક આવી રહી છે, તેથી આ મારા વિશે અધિકૃત માહિતી મેળવવાનું એક માધ્યમ બની શકે છે. બીજા બ્દોમાં કહીએ તો, તેમણે સંકેત આપ્યો કે હવે તેમની દરેક હિલચાલ જાણી શકાશે. પવારની ’ઝેડ પ્લસ’ સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ૫૫ સશ કર્મચારીઓની ટીમ નિયુક્ત કરવામાં આવી છે. વીઆઇપી સુરક્ષાનું વર્ગીકરણ ઝેડ પ્લસ (સૌથી વધુ) થી શરૂ થાય છે, ત્યારબાદ ઝેડ,વાય પ્લસ,વાય અને એકસ આવે છે.