તમે આ તરફ આવતા રહો, તમારૂ કશું ચાલતું નથી’, ભાજપમાં જોડાવવા અર્જુન મોઢવાડિયાની શૈલષ પરમારને ખુલ્લી ઓફર

ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર દરમિયાન ભાજપ નેતાએ કોંગ્રેસ નેતાને ભાજપમાં જોડાવા ઓફર કરી છે. આજે ચોમાસું સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં બિલ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન અર્જુન મોઢવાડીયાએ શૈલેષ પરમારને ભાજપમાં આવવા ઓફર કરી હતી. મહત્વનું છે કે, શૈલેષ પરમારે રંગા બિલ્લાનું શું હતું તેમ કહેતા અર્જુન મોઢવાડીયાએ આ જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

વિધાનસભા ગૃહમાં આજે બિલ પર ચર્ચા દરમ્યાન ભાજપ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શૈલેષ પરમારને ભાજપમાં જોડાવા ઓફર કરી હતી. અર્જુન મોઢવાડીયાએ શૈલેષ પરમારને કહ્યું કે, તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ, હું તો છુંટ્યો. આ સાથે કહ્યું કે, તમારૂ ને મારૂ કશું ચાલતું ન હતું અને હજુ પણ તમારૂ ચાલતું નથી. અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને કહ્યું કે, ત્યાં પરસેવાની કિંમત નથી, ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે. તમે પણ આ તરફ આવતા રહો.