લગ્નના બે જ વર્ષમાં જેનિફર લોપેઝએ છૂટાછેડાની અરજી કરી

જેનિફર લોપેઝ અને બેન એફલેકે છૂટાછેડા માટે સત્તાવાર અરજી કરી દીધી છે. ગત એપ્રિલથી બંને અલગ અલગ રહે છે. પરંતુ, ચાલુ મહિનામાં તેમનાં લગ્નને બે વર્ષ પૂરાં થયાં ત્યારે જ તેમણે લોસ એન્જલિસની કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઈલ કરી છે. બંનેએ ૨૦૨૨માં બ વખત લગ્ન સમારોહ યોજ્યા હતા. જેનિફર આ છૂટાછેડાથી બહુ ઉદાસ છે. જોકે, તે હવે બેન એફલેક સાથે રહેવા માટે પણ તૈયાર નથી.

જેનિફર અને બેન એફલેક બંનેનાં આ બીજાં લગ્ન હતાં. જેનિફર તેનાં આગલાં લગ્નથી ૧૬ વર્ષીય ટ્વિન્સની માતા છે. જ્યારે બેન એફલેકને તેનાં આગલાં લગ્નથી ત્રણ સંતાનો છે.

તેમણે લગ્ન પહેલાં છૂટાછેડાના સંજોગોમાં તેમની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી તેને લગતા કરાર નહિ કર્યા હોવાથી આ બે વર્ષમાં તેમણે સંયુક્ત રીતે અજત કરેલી સંપત્તિ દાનમાં જશે.લોપેઝે બેનને જીવનસાથી તરીકે પોતે કોઈ સપોર્ટ કરવાની નથી એમ પણ કોર્ટને જણાવ્યું છે.