ટોપ ૧૦ લોકપ્રિય ભારતીય અભિનેતાની યાદીમાં શાહરૂખ-સલમાનને હરાવી પ્રભાસ નંબર વન બન્યો

ટોપ ૧૦ લોકપ્રિય ભારતીય અભિનેતાની યાદીમાં ૭ સાઉથના સુપરસ્ટાર, માત્ર ૩ બોલિવૂડ કલાકારભારતીય સિનેમામાં વિવિધ ભાષાઓમાં ફિલ્મો બને છે. પરંતુ બોલિવૂડ અને સાઉથ સિનેમાની સૌથી વધુ ચર્ચા થાય છે. અહીં ભારતના ટોપ ૧૦ મેલ સ્ટાર્સની યાદી બહાર આવી છે.દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. કોઈને શાહરૂખ ખાન પસંદ છે તો કોઈ પ્રભાસનો ફેન છે. દરેકની એક્ટિંગ સ્ટાઈલ પણ અલગ-અલગ હોય છે, એટલે જ સોશિયલ મીડિયા પર તેમના વિશે અલગ-અલગ ચર્ચાઓ થાય છે. પરંતુ આવી યાદી દર અઠવાડિયે કે દર મહિને બહાર આવે છે જેમાં બઝ મુજબ ટોપ ૧૦ની યાદી બનાવવામાં આવે છે.આ લિસ્ટ ઓરમેક્સ મીડિયાના લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં સોશિયલ મીડિયાના બઝ અનુસાર સેલેબ્સના નામ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ પસંદગી ક્યારેક દર અઠવાડિયે અને ક્યારેક દર મહિને પણ બદલાય છે.

ટોચના ૧૦ ભારતીય કલાકારોની યાદીમાં કોનો સમાવેશ થાય છે તેની યાદી અહી પ્રસ્તુત છે. ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલા પુરુષ સ્ટાર્સ (જુલાઈ ૨૦૨૪).’આ યાદીમાં દર્શાવેલ ટોપ ૧૦ નામોમાંથી ૭ સાઉથના સુપરસ્ટાર છે અને બાકીના માત્ર ૩ બોલિવૂડ કલાકારો છે. જેમના નામ નંબર મુજબ છે

૧.પ્રભાસ

૨.વિજય

૩. શાહરૂખ ખાન

૪.મહેશ બાબુ

૫.જુનિયર એનટીઆર

૬.અક્ષય કુમાર

૭.અલ્લુ અર્જુન

૮.સલમાન ખાન

૯.રામ ચરણ

૧૦.અજીત કુમાર

ઘણા અઠવાડિયા સુધી નંબર ૧ પોઝિશન પર શાહરૂખ રહ્યો

શાહરૂખ ખાન ઘણા અઠવાડિયા સુધી નંબર ૧ પોઝિશન પર હતો પરંતુ હવે શાહરૂખ ખાન ત્રીજા નંબર પર આવી ગયો છે. પરંતુ તે એકમાત્ર બોલિવૂડ એક્ટર છે જે ટોપ ૫ની યાદીમાં સામેલ છે. ટોપ-૫માં ચાર સાઉથ સ્ટાર્સ અને એક હિન્દી સિનેમા એક્ટર છે.જો કે, આ સૂચિ દર અઠવાડિયે બદલાય છે અને તેની સૂચિ બઝ અનુસાર કરવામાં આવે છે. જો પ્રભાસની વાત કરીએ તો આ વર્ષે તેની ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડી આવી હતી જે સુપરહિટ સાબિત થઈ હતી. તેની આગામી ફિલ્મોમાં ઘણા નામ સામેલ છે પરંતુ ફિલ્મ રાજા સાબની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે જે એપ્રિલ ૨૦૨૫ સુધીમાં રિલીઝ થશે.