બનાસકાંઠામાં વધુ એક વખત દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ધાનેરાના જડીયા ગામ પાસેથી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન પેટ્રોલિંગ વખતે દારૂ સાથે ૧ શખ્સ ઝડપાયો છે. ધાનેરામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે સ્વીટ કારમાંથી ૨૨૪ દારૂની બોટલ ઝડપી પાડી છે. રૂપિયા ૪૭૪૪૦ની કિંમતનો દારૂ સાથે બાઈવાડા ગામનો કિરણ પ્રજાપતિ ઝડપાયો છે. પોલીસે રૂપિયા ૩,૫૭,૪૪૦ ના કુલ મુદામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ ગઈકાલે જ ક્રેટા ગાડીમાંથી જ એલસીબીએ દારૂ ઝડપ્યો હતો.
બહુચરાજી તાલુકાના કનોડા ગામની સીમમાં કકાસણા રોડ પર ઓએનજીસીના વેલની સામે વળાંકમાં રોડની બાજુમાં પલટી ખાઇ ગયેલી ગાડીમાંથી રૂ. ૮૨૯૦ની કિંમતની વિદેશી દારૂની નાની મોટી ૬૮ બોટલો મળી આવતાં મોઢેરા પોલીસે ગાડીચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
ભિલોડા તાલુકાની શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી રૂપિયા ૧૧ લાખથી વધુના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાનથી ટ્રક આવતાં તેમાંથી પાવડર ભરેલી પ્લાસ્ટીક બેગની પાછળ સંતાડેલો વિદેશી દારૂની ૩૭૦ પેટી રૂ.૧૧.૧૦ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક સંજય મેવારામ યાદવને ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.