મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે ગત રોજ તાજપુરી મુવાડી ફળિયાના યોગેશભાઈ ભારતસિંહ બારીઆ પોતાની મોટરસાયકલ (જી.જે.17.એ.ક્યું.9008) લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ સમયે એક સરકારી એસ.ટી.બસ (જી.જે.18.ઝેડ.ટી.0073)નાં ચાલકે પોતાની એસ.ટી.બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ સાથે સામેથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલક યોગેશભાઈ બારીઆને રોડ ઉપર પાડી દઈ માથાના ભાગે તેમજ શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુન્હો કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે સરકારી એસ.ટી. બસના ચાલક સામે ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.