ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ભુંડોના ત્રાસના કારણે સ્થાનિક રહિશો પરેશાન થઈ ગયા છે. સાથે આ વિસ્તારમાં અતિશય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભુંડોના કારણે બાળકો તેમજ વૃધ્ધ મહિલાઓને બચકાં ભરવાના કિસ્સાઓ પણ બનવા પામ્યા છે. ભુંડોના ત્રાસ તેમજ ગંદકીને લઈ લોકો ભયભીત અને ચિંતીત બન્યા છે. ત્યારે આ વિસ્તારના રહિશોની સમસ્યાને લઈ પંચમહાલ જીલ્લા કોંંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા ગોધરા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં ભુંડોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જાય છે. જેને લઈ સ્થાનિક રહિશો પરેશાન થઈ ગયા છે. ભુંંડો દ્વારા આ વિસ્તારના બાળકો અને વૃધ્ધ મહિલાઓને બચકાંઓ ભરવાાના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. ભુંડોના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાન્ય જોવા મળી રહ્યું છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોય જેને લઈ ઠેરઠેર ખાડાઓના કારણે ભુંડો તેમાં વસવાટ કરી રહ્યા છે.
ખાડી ફળીયા વિસ્તારમાં ભુંડોને નિયંત્રીત કરવામાં નહિ આવે તો રોગચાળો ફેલાવાની શકયતા જણાઈ રહી છે. ભુંડોનો ત્રાસ એટલો વધ્યો છે કે, ગરીબ અને મધ્યમવર્ગના ધરમાં પ્રવેશીને ધરના સામાન તેમજ શાકભાજી, અનાજનો બગાડ કરી નુકશાન પહોંચાડે છે. ખાડી ફળીયા વિસ્તારોની સમસ્યાને લઈ પંચમહાલ જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ નિકી જોસેફ, અજીતસિંહ ભાટી, રાજેન્દ્રસિંહ પરમાર, રફીક તિજોરીવાલા સહિત મોટી સંખ્યા કાર્યકરો હાજર રહી રેલી સ્વરૂપે ગોધરા પ્રાંત કચેરી ખાતે પ્રાત અધિકારીને આવેદન આપી ભુંડોના જવાબદારો સામે પગલાં ભરવા સ્થાનિક રહિશોની મુશ્કેલી નિવારવામાંં આવે તેવી માંગ કરાઈ.