ગોધરા ધી કૈવલ કો.ઓ.ક્રે.સો. બેંક માંથી આરોપીએ લોન લીધેલ હતી. લોન પરત કરવા આપેલ ચેક બાઉન્સ થતાં કોર્ટમાં બાઉન્સનો કેશ દાખલ કરેલ આ કેશ ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટેટની કોર્ટમાં ચાલી જતાં બે વર્ષની સજા અને રૂા.72,305/-વળતર ચુકવવા આદેશ કરાયો.
ગોધરા ભોઈવાડા પ્રવિણભાઇ પૂજાભાઇ ભોઈએ ગોધરાની ધી કૈવલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી.માં લોન ધિરાણ મેળવેલ હતી. જે રકમ પરત કરવાની મુદ્દત થતાં પ્રવિણભાઇ ભોઈ દ્વારા સોસાયટીને રૂા.72,305/-નો ચેક લખી આપ્યો હતો. જે ચેક બેંક માંથી બાઉન્સ થતાં ધી કૈવલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી દ્વારા વકીલ જે.એન.ચાવડા મારફતે ગોધરા કોર્ટમાં કેશ દાખલ કર્યો હતો. જે કેશ પંચમહાલ જીલ્લા ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટેટ શ્રીમતી પૂજનકુમાર એલ.દાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા આરોપી પ્રવિણભાઇ ભોઈને કસુરવાર ઠેરવી બે વર્ષની કેદની સજા અને ફરિયાદીને રૂા.72,305/-ની રકમ વળતરરૂપે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો.