- પંચમહાલ જીલ્લામાં પ811 મે.ટન ખાતર ઉપલબ્ધ.
- ખાતરનો બિનજરૂરી સંગ્રહ ન કરી જરૂરીયાત મુજબ જ કાર્યક્ષમ ઉપયોગ થાય તે મુજબ ખરીદી કરવા કરાયો અનુરોધ.
હાલમાં ચાલુ ખરીફ-2024 સિઝનમાં સંયુક્ત ખેતી નિયામક (વિ.) વડોદરા વિભાગ હેઠળના કાર્યક્ષેત્રના જીલ્લાઓ વડોદરા, છોટાદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લાઓમા સબસીડાઇઝ રાસાયણીક ખાતર ખાસ કરીને નિમ કોટેડ યુરીયાની ખેડુતોમાં વધુ માંગ રહે છે.જે માટે અત્રેથી તમામ ખાતર ઉત્પાદક કંપનીના પ્રતિનિધીઓ ગુજરાત એગ્રો અને ગુજકોમાસોલના પ્રતિનિધીઓ સાથે મીટીંગ કરી ખરીફ ઋતુમાં થયેલ વાવેતરની સાપેક્ષમાં જરૂરીયાત મુજબનો જથ્થો અંતરીયાળ ગામો સહિતના તમામ ખેડુતોને સમયસર પુરતો જથ્થો નિયત ભાવે મળી રહે તેવુ આયોજન કરેલ છે.
22 ઓગષ્ટ 2024ની સ્થીતીએ જીલ્લાવાર વડોદરા જીલ્લામાં 2500 મે.ટન, છોટાઉદેપુર જીલ્લામાં 3561 મે.ટન, ભરૂચ જીલ્લામાં 4577.275 મે.ટન,નર્મદા જીલ્લામાં 1138.404 મે.ટન, પંચમહાલ જીલ્લામાં પ811.845 મે.ટન, મહીસાગર જીલ્લામાં 2021 મે.ટન, દાહોદ જીલ્લામાં 1833.65 મે.ટન યુરીયા ખાતરનો જથ્થો ઉપલબ્ધછે. આગામી બે દીવસમાં વડોદરામાં ઇફકો અને ક્રિભકો ખાતરની બે રેકનું પણ આયોજન છે, જેમાં વડોદરા જીલ્લાને અંદાજીત 2000 મે.ટન અને છોટાઉદેપુર જીલ્લાને અઠદાજીત 1500 મે.ટન યુરીયા આપવાનું આયોજન છે. જેથી તમામ ખેડુત સમુદાયને ખાસ જણાવવાનું કે યુરીયા ખાતરનો બિનજરૂરી સંગ્રહ ન કરી જરૂરીયાત મુજબ જ કાર્યક્ષમ ઉપયોગ થાય તે મુજબ ખરીદી કરવા અનુરોધ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે આત્મનિભર કૃષિ અને આત્મનિર્ભર ભારત અભીયાન હેઠળ સ્વદેશી અને બિનસબસીડીવાળુ નેનો યુરીયા પ્રવાહી ખાતર ગુજરાત સરકારશ્રીના કૃષિવિભાગના ખેતી નિયામક, કૃષિભવન દ્વારા નેનો યુરીયા પ્રવાહી ખાતરમાં 50% સહાયથી વિતરણ કરવાની યોજના અમલમાં મુકેલ છે. જેનો ખેડુતોને મહતમ લાભ લેવા વિનંતી કરાઈ છે. ઇફફકો દ્વારા મળેલ માહીતી મુજબ નેનો યુરીયાના ઉપયોગથી પાકની ગુણવતા અને ઉત્પાદન વધે છે, નિમ કોટેડ દાણાદાર યુરીયા કરતા સસ્તુ છે. જે જમીન, હવા અને પાણીનું પ્રદુષણ ઘટાડી છે જીવાત અને રોગના ઉપદ્રવને પણ ઘટાડે છે. જૈવ-સલામત અને પર્યાવરણ માટે મૈત્રીપુર્ણ છે તેમજ સંગ્રહ અને પરીવહનમાં સરળ છે.
આમ, ઉપર મુજબની વિગતો ને ધ્યાને લઇ તમામ ખેડુત સમુદાયને જણાવવાનું કે, તમારા ખેતરના ખરીફ ઋતુના ઉભા પાકમાં નાઇટ્રોજન પુર્તી ખાતરનો એક ડોઝ નેનો યુરીયા થકી આપવા અનુરોધ છે.
ખાતર વિતરકોને જણાવવાનું કે નેનો યુરીયા પ્રવાહી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે તેવી સંપૂર્ણ માહીતી જેવી કે છંટ્કાવનો ડોઝ, સમય, પાક અવસ્થા વગેરેની ખેડુતોને આપવા અનુરોધ છે.
ખાતર ઉત્પાદક કંપનીઓને જણાવવાનું કે, નેનો યુરીયા પ્રવાહી ખાતર લક્ષાંકની મર્યાદામાં જ ખાતર વિતરકોને આપવામાં આવે તથા નેનો યુરીયા પ્રવાહી ખાતરના કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેના ખેડુતોને વિતરણ કરવાની માહીતી, ફોલ્ડર ખાતર વિતરકોને પુરી પાડવા કે ડીસ્પ્લે બોર્ડ તૈયાર કરવા અનુરોધ છે. તેમજ ખેડુતો કે ખાતર વિતરકોની માંગણી ન હોય તેવા અન્ય ઇનપુટ્સ કે જેનાથી ખેડુતો અને વિતરકોનો આર્થીક બોજ વધે એવા અન્ય ઇનપુટ્સ ફરજીયાતપણે ન આપવા જણાવાવામાં આવે છે.
ઉપરની બાબતે વધુ વિગતો મેળવવા જે તે જીલ્લા/તાલુકાના ગુણવતા નિયંત્રણ હેઠળના નાયબ ખેતી નિયામક (વિ.)/મદદનિશ ખેતી નિયામક (ગુ.ની)/ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.