શહેરા અને મોરવા(હ)માં મેધરાજાએ પધરામણી કરતાં ખેડુતોમાં આનંદ

શહેરા અને મોરવા હડફ તાલુકામા શુક્રવારના રોજ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. વરસાદ ના પગલે કામ અર્થે નીકળેલા લોકોએ છત્રી અને રેઇનકોટનો સહારો લીધો હતો. જોકે દિવસ દરમિયાન વરસાદ શરૂ રહેતા લોકોની અવરજવર બજારમાં ઓછી જોવા મળવા સાથે વરસી રહેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થવા સાથે ખેતરમાં રહેલા ડાંગર અને મકાઈના પાકને જીવતદાન મળ્યું હોઈ એમ કહીએ તો નવાઈ નહિ, વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જ્યારે જન્માષ્ટમી પહેલા વરસાદના આગમનના પગલે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા દૂર થઈ હતી.