આફતની પરિસ્થિતિમાં નાગરિકોની પડખે દાહોદ જીલ્લા વહીવટી તંત્ર

કંજેટા પાનમ નદીમાંથી 06 લોકોને સલામત બહાર કાઢતું દાહોદ જીલ્લા વહીવટી તંત્ર.

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા આવેલ પાનમ નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતાં નદીમાં આવેલ ટેકરી પર 06 જેટલા લોકો ફસાયેલા હોવાનું દાહોદ જીલ્લા વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ લીમખેડા પ્રાંત અધિકારી ભવ્ય નિનામા સહિત મામલતદાર ફાયરની ટીમ પોલીસ સ્ટાફ નગરપાલિકા વનવિભાગની સહિતની ટીમો અને સ્થાનિક લોકોની મદદ દ્વારા 06 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. .