જીલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જીલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ભારતીય વિદ્યામંદિર ભવન્સ સ્કૂલ, નરસંડા ચોકડી, નડિયાદ ખાતે બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ચાર સેશનમાં 1000 જેટલા બાળકો અને 20 જેટલા શિક્ષકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એનપીસીઆર ન્યુ દિલ્હી અંગે વિડિયોના માધ્યમથી જાણકારી અપાઈ હતી. સાથે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ તથા બાળ અધિકારો અને બાળ સુરક્ષા સંબંધિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર કીર્તિ જોશી, બિન સંસ્થાકીય અધિકારી કુણાલ વાઘેલા, સંસ્થાકીય અધિકારી ડો.અલકા રાવલ, વંદનાબેન શુક્લા, શાળાના પ્રિન્સિપાલ વંદના વાસ્તવ, શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.