એક ઝાટકે સુરત જિલ્લા પંચાયતના ઇતિહાસમાં મંજૂર કરવામાં આવતા તમામ સભ્યો આશ્ર્ચર્યમાં મૂકાયા છે. સુરત જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. જો કે આ મામલે પ્રમુખ ભાવિની પટેલ, ખૂદ ઉપપ્રમુખ કે કોઈ પણ સભ્યોએ કઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલના રાજીનામાં અંગે વિકાસ કમિશનરને જાણ કરવા નિર્ણય લેવાયો છે. સાથે જ રાજીનામું સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યું છે.
સામાન્ય સભાના એજન્ડાના અન્ય કામોની સાથે ઉપપ્રમુખના રાજીનામુંનું કામ પણ એક ઝાટકે મંજૂર કરી દેવામાં આવ્યું હતું. ઉપપ્રમુખના રાજીનામા સ્વીકારવા સાથે જ સભા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલ, ખૂદ ઉપપ્રમુખ રોહિત પટેલ તે ચૂંટાયેલા અન્ય સભ્યોએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
ઉપપ્રમુખના રાજીનામા સાથે જગ્યા ખાલી પડતાં આ ઉપરાંત સુરત જિલ્લા પંચાયતના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું અને મંજૂર પણ કરી દેવાયું છે. સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલની અયક્ષતામાં સામાન્ય સભા મળી હતી. બુધવારે મળેલી સભામાં એજન્ટા પરના અલગ અલગ ૧૫ પ્રકારના કામોની સાથે ઉપપ્રમુખ રોહિત પટેલના રાજીનામાની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી.
રોહિત પટેલે અંગત કારણોસર રાજીનામું મૂક્યું હોવાનું સભ્યોને જણાવ્યું હતું, આમ તો ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૮૨ (૨) અંતર્ગત પંચાયતને રાજીનામું સ્વીકાર્ય નહીં હોય ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહીં. તેમજ ઉપપ્રમુખનું રાજીનામું સ્વીકારવાનો અધિકારી સામાન્ય સભાને જ હોવાથી સભા સમક્ષ રાજીનામાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. દરમિયાન જિલા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલના રાજીનામાની દરખાસ્ત રજૂ થતાં જ મંજૂર કરી દેવામાં આવી હતી.
ઉપપ્રમુખના રાજીનામા મુદ્દે સામાન્ય સભામાં પ્રમુખથી લઈને સભ્યોએ હરફ સુદ્ધાં ઉચ્ચાર્યા નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ૧૯૬૩થી પંચાયતી રાજ છે. હવે આ ૬૧ વર્ષના લાંબા સમયગાળામાં કેટલાય પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. ટર્મ પૂરી થતાં તેમના સ્થાને અન્યની નિમણૂક કરવામાં આવી છે. જોવા જઈએ તો કોઈ પ્રમુખે પાંચ વર્ષ પૂરાં કર્યા તો કોઈકને અઢી વર્ષનો જ સમય મળ્યો. પરંતુ આ ૬૧ વર્ષના ઈતિહાસમાં ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હોય તેવી પ્રથમ ઘટના હોવાનું સામે આવ્યું છે.
બુધવારે મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ રોહિત પટેલનું રાજીનામું સ્વીકારી લેવાતા ઉપપ્રમુખની જગ્યા હવે ખાલી પડી ગઈ છે. આ ખાલી પડેલી જગ્યા સંદર્ભે વિકાસ કમિશનરને જાણ કરાશે. જોકે, જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતની સભ્યોની બીજા અઢી વર્ષની ટર્મ આગામી ડિસેમ્બર ૨૦૨૫માં પૂરી થઈ રહી છે. એટલે કે ૧૬ મહિનાનો સમયગાળો બાકી છે. હવે ઉપપ્રમુખની પ્રક્રિયામાં ૪ થી ૬ મહિનાનો સમયગાળો વિતી જશે તો ઉપપ્રમુખપદે બિરાજમાન સભ્યને દસેક મહિનાનો જ સમય મળશે. આ તમામ વચ્ચે મહત્વની ચર્ચાએ જોર પકડ્યું છે કે ઉપપ્રમુખની વરણી થશે કે પછી આમજ ગાડું ગબડાવી દેવાશે. હવે એ જોવું રહ્યું.