પોલીસે હુમલાખોરોનું સરઘસ કાઢીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

અમદાવાદ: ગુજરાતમાં લુખ્ખા તત્ત્વોની હવે ખૈર નથી. હવે હાથમાં હથિયારો લઈને લુખ્ખાગીરી કરનારાઓ પર સતત રહેશે પોલીસની ચાંપતી નજર. કોઈપણ ચમરબંધીની નહીં ચલાવી લેવાય લુખ્ખાગીરી. હવે ગુજરાત પોલીસને ઉપરથી મળી ગઈ છે છૂટ. અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા સરકારે સામે થી પોલીસને આપ્યો છે પાવર…સુરતના અડાજણમાં પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન…લુખ્ખા તત્ત્વોનું સરાજાહેર સરઘસ કાઢીને ગુજરાત પોલીસે કરી સરભરા…

સુરત પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન… અડાજણમાં ચપ્પુથી હુમલો કરનાર શખ્સોનું કાઢ્યું સરઘસ.. તો લિંબાયતમાં પણ છરીના ઘા મારનાર યુવાનને ભણાવ્યો કાયદાનો પાઠ. ફરી કોઈ કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ ના કરે તે પ્રકારે પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી…

સુરત પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. લિંબાયત અને અડાજણ વિસ્તારમાં આતંક ફેલાવનારા અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું.લિંબાયત પોલીસે અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું. ચપ્પુ લઈ આરોપીએ યુવાન પર હુમલો કર્યો હતો, અને તે લોકોમાં ભય પેદા કરવા ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. જે બાદ પોલીસે ઘટના બની ત્યાં જ પોલીસે સરઘસ કાઢ્યું. તો અડાજણના અનિલ અને સાગરિતોનો આતંક હતો. જેમનો ભય દૂર કરવા માટે પોલીસે લોકોની વચ્ચે જ ગુંડા તત્વોનું સરઘસ કાઢ્યું..