મઘ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના એગ્રો ઈનપુટ ડિલર્સની ગોધરા ખાતે ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં ખાતર ઉત્પાદન કરતી કં5નીઓ દ્વારાકેમિકલ યુકત ફર્ટીલાઈઝર પ્રોડકટ્સ ફરજીયાત ટેગીંગ નિતી મુદ્દે વેપારીઓમાં ચર્ચા સાથે વિરોધ કરવામાં આવ્યો છે.
વેપારીઓએ જણાવ્યુ હતુ કે, સબસીડાઈઝ યુરીયા ખતર સાથે અન્ય પ્રોડકટ્સ ટેગીંગ નહિ કરવા ગુજરાત સરકારના ખેતી નિયામક દ્વારા અગાઉ પરીપત્ર પણ કરાયો છે. તેમ છતાં ટેગીંગ કરવામાં આવે છે. જેના કારણે વેારીઓને ખાતર સાથે અન્ય પ્રોડકટ્સ ખેડુતને આપી ભાવ વસુલતી વેળાએ ખેડુત અને વેપારીઓ વચ્ચે ધર્ષણના બનાવ બની રહ્યા છે. પ્રથમવાર મઘ્ય ગુજરાતમાં એગ્રો ઈનપુટ એસો.ના નેજા હેઠળ વેપારીઓ પોતાની રજુઆત મુદ્દે એકત્રિત થયા હતા. અને મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને કલેકટર સહિતને ઉદ્દેશી રજુઆત કરતુ આવેદનપત્ર અધિક કલેકટરને આપ્યુ છે.
દરમિયાન દાહોદ જિલ્લામાં રેક પોઈન્ટની ફાળવણી કરવા પણ વેપારીઓએ માંગ કરી છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના એગ્રો ઈનપુટ ડીલર્સ એસો.ના વેપારીઓએ ગોધરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા ખાતર સાથે પોતાના કેમિકલ યુકત ફર્ટીલાઈઝર ટેગીંગ કરીને આપવાની દબાણપુર્વકની નિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કંપની દ્વારા દબાણ પુર્વક ટેગીંગ કરવામાં આવતા આ જથ્થાથી વિતરકોને સામાજિક-આર્થિક નુકસાન ભોગવવુ પડતુ હોવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વેપારીઓ દ્વારા તાલુકા મુજબ સપ્રમાણમાં નિયમિત રીતે યુરિયા ખાતરનો જથ્થો મળી રહે, આંતરિયાળ ગામોમાં બાય રોડ કે રેક યુરિયા સપ્રમાણમાં પહોંચતુ નથી. જેથી કંપની રેક પોઈન્ટથી ડીલીવરી માટે કિલોમીટરની મર્યાદા દુર કરે દરેક વિક્રેતા સુધી યુરિયા ખાતર પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, ટ્રાન્સ્પોર્ટરોની જો હુકમી દુર કરવામાં આવે સહિતના મુદ્દાની રજુઆત કરવામાં આવી છે.