કાલોલ પોલીસે એક રાતમાં ચાર સ્થળોએ છાપો મારીને કુલ 14 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. કાલોલ શહેરના બે અને બાકરોલ ગામમાંથી બે જગ્યાએ મળીને રૂ.18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કાલોલ પોલીસે કાલોલ શહેરમાંથી બે અને બાકરોલ ગામમાંથી બે મળીને ચાર સ્થળોએ છાપો મારીને કુલ 14 જુગારીયાઓને ઝડપી પાડીને ચારે સ્થળોએથી રૂ.18 હજારની રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ પોલીસે બાતમીના આધારે શ્રાવણીયો જુગાર રમતા સ્થળોએ છાપો માર્યો હતો. જેમાં પ્રથમ રાત્રિના સાડા બાર વાગ્યાના સુમારે બાકરોલ ગામના મોટા ફળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ જુગારીયાઓ ઝડપાયા હતા. જયાંથી પોલીસે રૂ.3,610/-ની રોકમ રકમ મળી આવી હતી. જે પછી રાત્રે બે વાગ્યાના સુમારે બાકરોલ ગામની દુધ ડેરીની પાછળ સ્ટ્રીટલાઈટના અજવાળે કેટલાક લોકો જુગાર રમતા હોય ત્યાંથી રૂ.2,670/-ની રોકમ સાથે વધુ ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
આમ બાકરોલ ગામમાંથી છ જુગારીયાઓની અટક કરવામાં આવી હતી. જે પછી રાત્રે ત્રણ વાગ્યે કાલોલ શહેરના તળાવની પાળ ઉપર સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ખેલીઓ રૂ.10,420/-ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે સવારે સવા ચાર વાગ્યાના સુમારે શહેરમાં પાલિકા ભવનની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડીને ત્રણેય પાસેથી રૂ.1,810/-ની રોકડ રકમ કબ્જે લીધી હતી.
આમ કાલોલ શહેરમાંથી બે સ્થળોએ છાપો મારીને આઠ જુગારીયાઓને અને બાકરોલ ગામમાંથી છ જુગારીયાઓ મળીને એક જ રાતના ચાર કલાકમાં ચાર સ્થળોએથી 14 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.