દાહોદ તાલુકાના ભીટોડી ગામે કતવારા-આગાવાડા રોડ ઉપરથી જીજે-18-એવાય-8860 નંબરની રિક્ષા ચાલક પોતાની પેસેન્જર ભરેલી રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઈ રહ્યો હતો દરમિયાન વળાંકમાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઈ જતાં અંદર બેઠેલા કર્માબેનને કમ્મરના ભાગે ફ્રેકચર તથા મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ બચુભાઈ છગનભાઈ અને મકનાભાઈ વાનભાઈને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. રિક્ષા પલ્ટી ખાતા અકસ્માત સર્જાયા બાદ ચાલક રિક્ષા મુકી ધટના સ્થળેથી ભાગી ગયો હતો. જયારે ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે શંકરભાઈ ભાભોરે રિક્ષા ચાલક સાથે કતવારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.