ઘોઘંબા તાલુકાના અલબેરા ગામે રોડ ઉપરથી પસાર થતાં બાઈક ચાલકે પોતાની બાઈકના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી રોંગ સાઈડમાં ઝાડ સાથે અથડાઈ ગટરમાં પડી જતાં બાઈકના સાયલન્સરથી દાઝી જવાથી ઈજાઓ થતાં મોત નીપજયું હતુ. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના અલબેરા ગામે રોડ ઉપરથી બાઈક નં.જીજે-17-સીએમ-4407ના ચાલક નિલેશકુમાર ખુમાનસિંહ બારીયા(ઉ.વ.31)પુરઝડપે હંકારી પસાર થતો હોય અને ચાલકે બાઈકના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાવી દેતા રોંગ સાઈડની ગટરમાં પડી જતાં ચાલક નિલેશ બારીયાની બાઈક તેની ઉપર પડતાં પેટના ભાગે સાયલન્સરથી દાઝી જવાથી ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું હતુ. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.