ગોધરા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ માલીવાડને 8 હજારની લાંચ લેતા મહિસાગર એસીબીએ રંગેહાથે ઝડપ્યા

પંચમહાલ જીલ્લાના સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દ્વારા અરજદાર પાસેથી 8 હજારની લાંચ માંગેલ હોય અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી મહિસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવામાં આવ્યું હતું. તે મુજબ આજરોજ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ માલીવાડને 08 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા. સીટી સર્વે કચેરીમાં લાંચ લેવાના કિસ્સાનો ભાંડો આખરે સામે આવ્યો જેને લઈ અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગોધરાના અરજદારે તેના બહુમાળી મકાનમાં આવેલ ફલેટનું વેચાણ કરેલ હતું. જેની નોંધ મંજુર કરવા ગોધરા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને મળ્યા હતા. નોંધ મંજુર કરવા રૂા.15,000/-ની લાંચ માંગણી કરી હતી. જેથી જે તે વખતે અરજદારે રૂા.7,000/-આપીને નોંધ મંજુર કરાવી હતી. ત્યારબાદ અરજદાર તેઓના કાકાની છોકરીઓએ ખરીદી કરેલી દુકાનની નોંધ પડાવવા માટે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ માલીવાડને મળતા 2500/-રૂપીયા લઈ કાચી નોંધ પાડી આપી હતી અને પાકી નોંધ થોડા દિવસ પછી આપીશું તેમ જણાવ્યું હતું પરંંતુ પાકી નોંધ નહિ પાડતા અરજદાર ફરિયાદી બાબુભાઇ માલીવાડને ઓફિસમાં મળ્યા હતા. જ્યાં બહુમાળી મકાનના ફલેટની વેચાણ નોંધમંજુર કરી હતી.

સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ માલીવાડ દ્વારા 15,000/-ની લાંચ પૈકીના બાકીના 8 હજાર રૂપીયાની માંગણી કરી હતી. ફરિયાદી અરજદાર લાંચની 8 હજાર રૂપીયાની માંગણી કરી હતી. ફરિયાદી અરજદાર લાંચની રકમ 8 હજાર આપવા માંગતા ન હોય જેથી મહિસાગર એસીબીનો સંંપર્ક કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદીના આધારે મહિસાગર એસીબી પી.એસ.આઈ. એમ.એમ.તેજોત અને પંચમહાલ એસીબી ગોધરાના મદદનિશ નિયામક બી.એમ.પટેલ એ છટકું ગોઠવ્યું હતું અને ગોઠવામાં આવેલ છટકા મુજબ ગોધરા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ માલીવાડને 8,000/-રૂપીયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ગોધરા સીટી સર્વે કચેરીના સુપ્રિટેન્ડન્ટ લાંચના છટકામાં આબાદ ઝડપાઈ જતાં કચેરીના અન્ય લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.