મોરવા(હ) તાલુકામાં જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ રૂટીંગ ચેકીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, સંતરોડ ગામ પાસેથી ઓવરલોડ કવાર્ટઝ ભરીને ટ્રક પસાર થઈ રહી છે. બાતમીના આધારે ખાણ ખનિજ વિભાગ દ્વારા કવાર્ટઝ ભરેલ ટ્રક સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પંંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ મોરવા(હ) તાલુકામાં રૂટીન ચેકીંગમાંં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, સંતરોડ ગામ પાસેથી ગેરકાયદેસર ઓવરલોડ કવાર્ટઝ ભરીને ટ્રક પસાર થવાની છે. બાતમીના આધારે સંતરોડ ગામે વોચ ગોઠવી હતી અને ઓવરલોડ કવાર્ટઝ ભરેલ ટ્રકને રોકી 10 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરવામાં આવી હતી. ખાણ ખનિજ વિભાગે ઝડપી પાડેલ ટ્રકને જીલ્લા કલેકટર કચેરી કંપાઉન્ડમાં સીઝ કરી કાયદેસર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.