ગોધરા એઆઈએમઆઈએમ દ્વારા મહારાષ્ટ્રના રામગીરી મહારાજના વિવાદિત ટીપ્પણી અને કોલકત્તામાં મહિલા તબીબ ઉપર બળાત્કાર હત્યાની ધટનાને લઈ અધિક કલેકટરને આવેદન આપ્યુંં

ગોધરા શહેર એ.આઈ.એમ.આઈ.એમ. દ્વારા આજરોજ રામગીરી મહારાજ (ગોદાવરી ધામ ફાટલા તા. રામપુર,જી.અહમદનગર, મહારાષ્ટ્ર)ના વિવાદિત ટીપ્પણીને લઈ તેમની સામે ગુનો નોંધાવા તેમજ પશ્ચિમ બંગાળમાં તબીબ મહિલા સાથે બળાત્કાર અને હત્યાની ધટનાને વખોડી તમામ સામે સખત કાર્યવાહીની માંગ સાથે જીલ્લા અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

ગોધરાના એ.આઈ.એમ.આઈ.એમ.ના આગેવાનો દ્વારા પંચમહાલ જીલ્લા અધિક કલેકટરને આવેદન આપવામા આવ્યું. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચુંંટણી યોજાવાની છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં રામગીરી મહારાજે તેમના પ્રવચનમાંં પયગંબર હજરત મુહમદની શાનમાં અપશબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લીમ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે. ત્યારે રામગીરી મહારાજ સાથે ભારતીય ન્યાય સંહિતાની 299 મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ પશ્ચિમ બંગાળમાં મહિલા ર્ડાકટર સાથે બળાત્કાર અને હત્યા કરનાર તમામને ફાંસીની સજા આપવામાં આવે તેવી ભારતની તમામ મહિલાઓને સન્માન મળે તેવી આવેદનમાં રજુઆત કરાઈ છે.