દે.બારીઆના ડાંગરીયા ગામે બાંધકામ સાઈડ ઉપરથી 1900 કિલો સળીયાની ચોરી

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે ચાલતાં લાઈબ્રેરીના બાંધકામમાંથી કંમ્પાઉન્ડમાં મુકી રાખેલ 1900 કિલો સળીયા કિંમત રૂા.1,20,000ની લોખંડના સળીયાની ચોરી કરી તસ્કરો નાસી ગયાંનું જાણવા મળે છે.

ગત તા.29.07.2024થી તારીખ 15.08.2024ના રોજ કોઈપણ સમયે દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે તાલુકાકક્ષાની લાયબ્રેરીનું બાંધકામ ચાલતું હોય જેમાં લાયબ્રેરીના કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટેના મોનો ટીએમટી 500 ટી કંપનીના સળીયા આશરે 1900 કિલો કિંમત રૂા.1,20,000 આશરાના સળીયા કોઈ ચોર અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વિજયભાઈ ચતુરભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.