દાહોદના સાંસદના જન્મ દિવસ નિમિત્તે ગરબાડા તાલુકામાં વૃક્ષારોપણ કરાયું

દાહોદ સાંસદના જન્મદિવસ નિમિત્તે ગરબાડા તાલુકામાં તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા તાલુકાના 41 ગામોમાં 41000 વૃક્ષોનું રોપણ કરાયું.

ધારાસભ્ય અને પ્રમુખ દ્વારા ગામના આગેવાનો સરપંચો ને સાંસદના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવા માટે આહવાન કર્યો.

તારીખ 22 ઓગસ્ટના રોજ ગરબાડા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ જીલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે ગરબાડા તાલુકાના 41 ગામોમાં 41,000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખની છે કે, સરકાર દ્વારા હાલમાં એક પેડ આપની માં કે નામ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહી છે.

ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા આ અભિયાનને વેગવંતો બનાવવા માટે ગામના આગેવાનો અને સરપંચોને સાંસદના જન્મદિવસ નિમિત્તે 41000 વૃક્ષોનું રોપણ કરવા હવામાન કરવામા આવ્યું હતું.