કાલોલ તાલુકાના પરૂણા ગામે જમીનના ભાગ બાબતે ગડદા પાટુનો માર મારવાની ભાભી દ્વારા પોતાના દિયર સામે ફરિયાદ નોંધાવી હતી. તેના બીજા દિવસે દિલીપસિંહ ચંદ્રસિંહ પરમાર દ્વારા વેજલપુર પોલીસ મથકે પ્રદીપસિંહ ચંદ્રસિંહ પરમાર અને જલ્પાબેન પ્રદીપસિંહ પરમાર સામે પોતાની ફરીયાદ નોંધાવી જણાવેલ કે તેઓનો મોટો ભાઈ અને ભાભી તેના પિતા સાથે ગાડીના કાગળો અને આરસી બુક માટે ઝગડો કરતા હોવાની જાણ થતા તેઓ ધરે આવ્યા હતા અને કાગળો મોટાભાઈને આપ્યા.
ત્યારબાદ મોટાભાઈએ તમે જયારે જયારે આવો છો, ત્યારે ઝગડો કેમ કરો છો તેવું કહેતા ભાભી દોડી આવીને પકડી પાડી અને ડાબા ખભા અને કાન ઉપર બચકુ ભરી લીધુ હતું. જેથી લોહી નીકળ્યું હતુ અને પ્રદીપસિંહે ગડદા પાટુનો માર મારતા છોડાવવા પડેલા તેના પિતાને પણ ગડદા પાટુનો માર માર્યો હોવાની વિગતો થી ફરિયાદ નોંધાવી છે. મલાવ સરકારી દવાખાને સારવાર કરાવ્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.