- ગોધરા શહેરમાં મેઘરાજા મન મૂકી વરસ્યા…
ગોધરા શહેરમાં લગભગ 15-20 દિવસનાં સમયગાળા બાદ અને ભારે ઉકળાટ, બફારા બાદ આજે મેઘરાજા એ વરસાદના રૂપમાં પુન: રી એન્ટ્રી કરી હતી. સારો એવા પ્રમાણમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને ભારે ઉકળાટ માંથી રાહત મળી હતી.
ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસો થી વરસાદ હાથ તાળી આપી રહ્યો હતો. જેના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભારે અકળાવનારા ઉકળાટ, બફારા અને તોબા પોકારી જાય તેવી ગરમીના શિકાર બન્યા હતા. વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભારે ચિંતિત બનવા પામ્યા હતા અને તેઓનો મહામૂલા પાકને હાલના તબક્કે પાણીની તાતી જરૂરીયાત હતી. ત્યારે ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 10 થી 15 દિવસનાં લાંબા સમયગાળા બાદ આજે વરસાદ વરસતા લોકોમાં રાહત સાથે ખુશીની લાગણી જોવા મળી હતી. ગોધરા શહેરી વિસ્તારમાં આજે લગભગ અડધો કલાક ધમ ધોકાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું હતું.