કૅનેડામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી રહેતા અસ્થાયી કર્મચારીઓ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.અસ્થાયી વિદેશી મજૂરો સાથે થતા ખરાબ વ્યવહાર વિશે આંખો ખોલનારી આ હકીક્તનો ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના ગુલામીના સમકાલીન સ્વરૂપો નામના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.રિપોર્ટમાં મહિલાઓના જાતીય શોષણ અને દુર્વ્યવહારનો પણ ઉલ્લેખ છે.
સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત પ્રોફેસર ટોમોયા ઑબોકાટાએ કૅનેડાનાં અલગ-અલગ શહેરોનો પ્રવાસ કરીને આ રિપોર્ટને તૈયાર કર્યો છે.ઑબોકાટાએ કૅનેડા વિશે ગયા વર્ષે પણ આ જ પ્રકારનું નિષ્કર્ષ કાઢ્યું હતું. તેમણે ફરી એક વખત આ બધી જ વાતોને પોતાના રિપોર્ટમાં સામેલ કરી છે.પ્રોફેસર ટોમોયા ઑબોકાટા બ્રિટનની યોર્ક યુનિવસટીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાના વિશેષજ્ઞ છે.
તેમના મત પ્રમાણે, કૅનેડામાં મજૂરોને કામ માટે ઓછો પગાર આપવો, મજૂરોને સુરક્ષા માટે જરૂરી ઉપકરણો વગર કામ કરવા માટે મજબૂર કરવા અને મનમરજી પ્રમાણે કામના કલાકો ઓછા કરવાના અહેવાલો મળ્યા છે.સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કૅનેડાની પોલીસ વિશે પણ ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો, કૅનેડા પોલીસ અધિકારીઓની ઘટનો હવાલો આપીને કથિતરૂપે આ ફરિયાદોનો ઉકેલ લાવવમાં નિષ્ફળ રહી છે.
યુએનના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, જો કોઈ કર્મચારી ફરિયાદ કરે છે તો પોલીસ મામલાની તપાસ કરવાને બદલે તેને ઇમિગ્રેશન ઑથૉરિટીને હવાલે કરી દે છે.પ્રોફેસર ઑબોકાટાનો કૅનેડામાં ગુલામીના સમકાલીન સ્વરૂપો અને તેનાં પરિણામો નામનો રિપોર્ટ જ્યારથી પ્રકાશિત થયો ત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.કારણ કે કૅનેડા પોતાને એક એવા દેશ તરીકે ઓળખાવે છે, જ્યાં માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે.પ્રોફેસર ઑબોકાટાએ આ રિપોર્ટને તૈયાર કરવા માટે ઑગસ્ટ ૨૦૨૩થી ૬, સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી કૅનેડાનાં અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી.તેમણે ઑટાવા, મૉન્ટ્રિયલ, ટોરંટો, અને વૅનકુવર જેવા શહેરોની મુલાકાત લીધી હતી.
આ રિપોર્ટ તૈયાર કરવા માટે ઑબોકાટાએ કૅનેડાનાં મજૂર સંગઠનો, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ, પ્રાંત અને કેન્દ્રની સરકારના પ્રતિનિધિઓ, માનવ અધિકાર વિશે કામ કરતી સંસ્થાઓ અને મજૂરો સાથે સંવાદ કર્યો હતો.વર્તમાન રિપોર્ટને પ્રકાશિત કરતા પહેલાં કૅનેડાની સરકાર સાથે પણ શૅર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે મજૂરોને પોતાના અધિકારો વિશે યોગ્ય જાણકારી હોતી નથી.
આ કારણે તેઓ ખરાબ વર્તનનો શિકાર બને છે પ્રોફેસર ટોમોયા ઑબોકાટાએ કહ્યું કે કૅનેડાની સિસ્ટમમાં ઘણી ખામીઓ છે જે વિદેશી કામદારો સાથે થઈ રહેલા ખરાબ વ્યવહાર માટે જવાબદાર છે. તેમના મત પ્રમાણે, જે મજૂરો માલિકના આમંત્રણ પર કૅનેડા આવે છે તે તેમની સાથે કામ કરવા માટે બંધાયેલા છે. આ રીતે જો માલિક પોતાના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકે તો તે વ્યક્તિને કૅનેડાથી દેશનિકાલ કરી શકાય છે.મજૂરો પાસે પરિસ્થિતિ ખરાબ થાય તો બીજો કોઈ વિકલ્પ નથી. આ કારણે મોટા ભાગના કર્મચારીઓ પોતાના માલિક વિરુદ્ધ ફરિયાદ કરતા અચકાય છે.
લગભગ ૨૨ પેજના આ રિપોર્ટ પ્રમાણે, મજૂરોને પોતાના અધિકારો વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે તેઓ દુર્વ્યવહારનો શિકાર બને છે. આ ઉપરાંત મજૂરોની સ્થાનિક ભાષા પર ઓછી પકડ અને ઇન્ટરનેટ સુધી લિમિટેડ પહોંચ પણ તેમના શોષણનું એક મુખ્ય કારણ છે