દરેક ગામમાં માઈક્રો એટીએમના લક્ષ્યાંક સાથે ૭,૮૦૦ થી વધુ માઈક્રો એટીએમ કાર્યરત

એ.આર.એલ ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે કો -ઓપરેશન અમોન્ગ કો- ઓપરેટીવસના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેક્ધમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે ૨૨ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં રૂ. ૬,૫૦૦ કરોડની માતબર રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્ર્નનો જવાબ આપતાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ જણાવ્યું હતું.

મંત્રી વિશ્ર્વકર્માએ ડીસાના ધારાસભ્યશ્રી પ્રવિણ માળીના પ્રશ્ર્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેક્ધમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી. જે હેઠળ એપ્રિલ ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ સુધીમાં બનાસકાંઠામાં કુલ ૬૧૬ દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મયસ્થ સરકારી બેક્ધમાં ખોલવામાં આવ્યા છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં એક વર્ષમાં અંદાજે ૪ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં ૧,૨૦૦ કરોડ ડિપોઝિટ જમા થઈ છે.

મંત્રી વિશ્ર્વકર્માએ પૂરક પ્રશ્ર્નોનો જવાબ આપતાં ગૃહમાં કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના તમામ ગામોમાં બેક્ધિંગ સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ગામે ગામ ‘બેંક મિત્ર’ બનાવી તેમના માયમથી ‘માઈક્રો એટીએમ’ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.ગામના સભાસદોને જ્યારે પણ માઈક્રો એટીએમ દ્વારા પૈસાની લેવડ-દેવડ કરવી હશે ત્યારે ‘બેંક મિત્ર’ તેમના ઘરે જઈને તેમને મદદ કરશે. આ માઇક્રો અને ‘બેંક મિત્ર’ની સેવા ઉપલબ્ધ થવાથી ગામના લોકોને નાણાકીય વ્યવહાર માટે જિલ્લા- તાલુકા મથકે જવું નહીં પડે. આ સાથે જિલ્લામાં સહકારી ક્ષેત્રે ઇ-બેક્ધિંગનું સૌથી વધુ કામ ગુજરાતમાં પંચમહાલમાં થઈ રહ્યું છે.ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં માઈક્રો એટીએમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં ૭,૮૦૦ જેટલા માઇક્રો ATM કાર્યરત છે તેમ, મંત્રી શ્રી વિશ્ર્વકર્માએ વિગતો આપતાં ગૃહમાં ઉમેર્યું હતું.