હવે બદલાપુર ઘટના પર રાજકીય હોબાળો, મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું

બદલાપુરમાં બે નાની બાળકીઓ સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટનાથી માત્ર પશ્ર્ચિમ બંગાળ જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર પણ હચમચી ગયું છે. હવે આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગઈ છે. આ ઘટના અંગે મહાવિકાસ આઘાડીના નેતાઓએ એક બેઠક યોજી તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને લઈને આઘાડી નેતાઓએ મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પછી આઘાડીએ ૨૪મીએ મહારાષ્ટ્રમાં બંધનું એલાન આપ્યું હતું. આ બંધમાં તમામ મુખ્ય વિરોધ પક્ષો ભાગ લેશે.

બદલાપુર યૌન ઉત્પીડનની સમગ્ર રાજ્યમાં નિંદા થઈ રહી છે. વિપક્ષી પાર્ટી સરકાર પર પ્રહારો કરી રહી છે. અહીં એક સ્વચ્છતા કર્મચારીએ શાળાના શૌચાલયમાં ત્રણથી ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ કર્યું. આ ઘટનાથી સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. બદલાપુરના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. બદલાપુર રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓ રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં આ ઘટનાના પડઘા પડી રહ્યા છે. આ જ કારણ છે કે આ ઘટનાના વિરોધમાં વિરોધ પક્ષોએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. સમગ્ર રાજ્યમાં બદલાપુર રેપ કેસએ જોર પકડ્યું છે. આ ઘટનાના વિરોધમાં પુણે, જલગાંવ, સાંગલીમાં દેખાવો થયા છે.એનસીપી શરદ પવાર જૂથે બદલાપુર ઘટનાના વિરોધમાં પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનસીપીએ સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પુણેમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પુણેના ગુડલક ચોકમાં બદલાપુર ઘટનાના વિરોધમાં પવાર જૂથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. દ્ગઝ્રઁ શરદ પવારના જૂથે પણ સાંગલીમાં વિરોધ કર્યો છે. અહીં ઠાકરે જૂથે પણ વિરોધ વ્યક્ત કર્યો છે.

બદલાપુર ઘટનાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો મુંબઈમાં મંત્રાલયની સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં મુંબઈ કોંગ્રેસ અયક્ષ વર્ષા ગાયકવાડ, વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે ભાગ લીધો હતો. જો કે, માર્ચ મંત્રાલયના ગેટ સુધી પહોંચે તે પહેલા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી. કલ્યાણ કોર્ટે બદલાપુર રેપ કેસમાં આરોપીને ૨૬ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.