સની દેઓલ ત્રીજી વખત બનશે તારા સિંહ, ડાયરેક્ટરે અપડેટ આપી

’ગદર એક પ્રેમ કથા’ પછી ’ગદર ૨’ દર્શકોની વચ્ચે છવાઇ ગઇ હતી. આ માટે ફિલ્મ નિર્માતાએ ત્રીજા પાર્ટ ’ગદર ૩’ પર કામ શરૂ કરી દીધું છે. નિર્માતાએ ફિલ્મને લઇને મોટી અપડેટ શેર કરી છે. અનિલ શર્માએ કહ્યું કે, અમે ’ગદર ૩’ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ફિલ્મ સાથે જોડાયેલી દરેક વસ્તુ નક્કી થઇ જશે ત્યારે અમે શેર કરીશું. હજુ થોડો સમય છે, ’ગદર ૨’ બનવામાં ૨૦ વર્ષ લાગી ગયા હતા.

અનિલ શર્માએ કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે ફિલ્મ ’ગદર એક પ્રેમ કથા’ અને ’ગદર ૨’ ની તુલનામાં ભાવનાઓ મામલે એક મોટું પેકેજ હોય. ’ગદર ૨’ વર્ષ ૨૦૨૩ની પાંચમી સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. જો કે અત્યાર સુધીની ૮મી સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.

નિર્દેશક આગળ જણાવે છે કે, ’ગદર ૩’ ત્યારે આવશે જ્યારે સ્ક્રિપ્ટ પૂરી થઇ જશે અને મને લાગે છે કે આ માત્ર ભાવનાઓથી નહીં, પરંતુ ભાવનાઓનો એટમ બોમ્બ છે. પહેલાં બે પાર્ટમાં સનીએ તારા સિંહની પ્રતિષ્ઠિત ભૂમિકા નિભાવી હતી. આ સાથે અમીષા પટેલ પણ હતી જેને સકીનાનો રોલ પ્લે કર્યો હતો. જ્યારે ઉત્કર્ષ શર્મા એનાં દીકરાની ભૂમિકામાં હતા.

અનિલ શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ત્રીજા ભાગમાં સની દેઓલ હશે? તો ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, મારું માનવુ છે કે કહાનીનો સિલસિલો જારી રહેવો જોઇએ. હું કહાનીને આગળ વધારવા ઇચ્છુ છુ. ૨૦૦૧માં રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથા ૧૯૪૭માં ભારત વિભાજનની સમયની એક દુખદ પ્રેમ કહાની હતી, જેમાં તારા સિંહની નામની એક ટ્રક ડ્રાઇવરને સકીના નામની પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે.

આ સાથે ગદર ૨માં ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સેટ થઇ હતી. ફિલ્મમાં તારા સિંહે એમના દીકરાને જીતથી બચાવવા માટે પાકિસ્તાન પરત ફરતા બતાવ્યો જેમાં પાકિસ્તાનનાં અધિકારીઓને કેદ કરી લીધા હતા.