સોનાક્ષી સિન્હાએ ઝહીર ખાન સાથે જે ઘરમાં લગ્ન કર્યા તે ઘર હવે વેચાવા જઈ રહ્યું છે. ઘણા સમાચાર અહેવાલોમાં આનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમાચારથી જ્યાં ફેન્સ આશ્ર્ચર્યચક્તિ થયા છે, ત્યારે સોનાક્ષીને પણ પોતાનો એપાર્ટમેન્ટ વેચવાના સમાચાર પસંદ આવ્યા છે. જે બાદ આ સમાચારોએ વધુ જોર પકડ્યું છે. અત્યારે લોકો એ વાત પચાવી નથી શક્તા કે જે ઘરમાં થોડા દિવસ પહેલા સોનાક્ષીએ ઝહીર સાથે લગ્ન કર્યા હતા તે ઘર તે આટલા જલ્દી વેચી કેમ રહી છે?
સોનાક્ષી સિન્હાએ આ એપાર્ટમેન્ટ વર્ષ ૨૦૨૩માં ખરીદ્યું હતું જે મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં છે. આ સી ફેસિંગ બંગલામાંથી માહિમ ખાડી અને બાંદ્રા વર્લી સી લિંકને પણ જોઈ શકાય છે. આ બંગલો ૪ બીએચકે છે. જે ૪૨૦૦ સ્ક્વેર ફૂટમાં બનેલ છે. આ સંપૂર્ણ ફનશ્ડ એપાર્ટમેન્ટમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. રિપોર્ટ્સ મુજબ સોનાક્ષી આ આલીશાન બંગલો ૨૫ કરોડ રૂપિયામાં વેચી રહી છે.