કોલકાતા ડોક્ટર રેપ એન્ડ મર્ડર કેસ લાઇવ અપડેટ્સ: કોલકાતાની આરજી મેડિકલ કોલેજના ડોકટરો અને વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સીબીઆઈ ઓફિસ સુધી આ રેલી કાઢવામાં આવી હતી. જો કે મંગળવારે સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને હડતાળ પાછી ખેંચી લેવાનો અનુરોધ કર્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોમિયોપેથી, કોલકાતાના ડૉક્ટરોએ આરજી કાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ બળાત્કાર-હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો. કોલકાતા આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટનામાં ન્યાયની માંગણી સાથે ડોક્ટરોએ સીબીઆઇ સંકુલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
બીજેપી નેતા લોકેટ ચેટર્જીએ આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, ’સમગ્ર દેશ અને પશ્ર્ચિમ બંગાળની એક જ માંગ છે, ન્યાય. જો મમતા બેનર્જી ન્યાય ન આપી શકે તો તેમણે રાજીનામું આપવું જોઈએ. પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, આરોગ્ય પ્રધાન, પોલીસ પ્રધાન એવા મમતા બેનર્જી પોતે તેમની સરકાર સામે રસ્તા પર ઊભેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ (મમતા બેનર્જી) ન્યાય આપે નહીં તો રાજીનામું આપે.
કોલકાતા પોલીસે આરજી કાર મેડિકલ કોલેજમાં તોડફોડ અને હિંસાના સંબંધમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં બે મદદનીશ પોલીસ કમિશનર રેક્ધના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમાં એક ઇન્સ્પેક્ટર સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે લોકોનું ટોળું મેડિકલ કોલેજમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ અને હિંસા કરી હતી. આ હિંસા ત્યારે થઈ જ્યારે મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોકટરો મહિલા ડોક્ટર પર બળાત્કારનો વિરોધ કરી રહ્યા હતા. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પર કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે કહ્યું, ’જો રાજ્યમાં કોઈ હોસ્પિટલમાં સીઆઈએસએફને સુરક્ષા આપવાની જરૂર છે, તો તે દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટ આ વહીવટને મંજૂરી આપવી જોઈએ નહીં પરંતુ કોઈ વિશ્ર્વાસ નથી.
બીજીબાજુ સીબીઆઇ આજે આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ફરી પૂછપરછ કરી હતી. સીબીઆઈ સતત છઠ્ઠા દિવસે સંદીપ ઘોષની પૂછપરછ કરી છે. આ કેસમાં સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે.