ઉત્તરપ્રદેશની એક કોર્ટે ૨૩ વર્ષ જૂના કેસમાં આમ આદમી પાર્ટી(આપ)ના રાજ્યસભા સાંસદ સંજયસિંહ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય અનુપ સંડા સહિત છ લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટે પોલીસને આ તમામને ૨૮મી ઓગષ્ટ સુધી કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે. આ મામલો ૧૯ જૂન ૨૦૦૧નો છે.
લખનૌ નાકા પાસે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ, સમાજવાદી પાર્ટીના અનુપ સંડા સહિત કેટલાક લોકોએ વીજળી-પાણી અને અન્ય લોક-સમસ્યાઓને લઈને ઉગ્ર આંદોલનો કર્યા હતા. જે મામલે તેમની વિરુદ્ધ કેસ થયો હતો.