સંતરામપુરમાં એસ.સી.,ઓબીસી અને એસ.ટી. દ્વારા આપેલ બંધના એલાનનો મિશ્ર પ્રતિસાદ

આજરોજ સંતરામપુરમાં એસસી ઓબીસી એસ.ટી સમૂહમાં આજરોજ બંધનું એલાન જાહેર કરવામાં આવેલું હતું.

સંતરામપુરમાં સવારથી સંતરામપુર નગરમાં દરેક વિસ્તારોમાં મોટાભાગના બજારો ખુલ્લા જોવા મળેલા હતા અને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નગરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો હતો ગાયત્રી મંદિર પાસેથી બસ સ્ટેશન સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટી અને સમાજના ભેગા મળીને બંધ કરાવવા માટે માર્કેટમાં નીકળતી વખતે સંતરામપુર પોલીસે તમામને ડીટેન કર્યા હતા અને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ તંત્રના નજર સામે નજર કેદ રાખવામાં આવેલા હતા.

બદનામમાં સંતરામપુર તાલુકામાં સંતરામપુર માંથી સારો સહકાર ન મળતાં બજારો ખુલ્લા જોવા મળતા એસ.સી., એસ.ટી., ઓબીસી તમામ લોકોમાં ભારે સમાજના નારાજગી જોવા મળેલી હતી. કોઈ ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવા રહે પોલીસ વિભાગ દ્વારા નગરમાં સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો મોટાભાગના બજારો ખુલ્લા જોવા મળી આવેલા હતા