જીલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા અનુબંધમ પોર્ટલ તથા એન.સી.એસ પોર્ટલના માધ્યમથી 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તારીખ:23-08-2024ના રોજ સવારે 10:30 કલાકે જેસીબી ઇન્ડસ્ટ્રીઝ હાલોલ ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો તથા માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું છે.
જેમાં ખાનગી એકમોમાં રોજગારીની તક માટે પંચમહાલ , વડોદરા જીલ્લાના નોકરીદાતા દ્વારા ટેકનીકલ તેમજ નોન ટેકનીકલ જગ્યાઓ માટે એસ.એસ.સી, એચ.એસ.સી, આઇ.ટી.આઈ, સ્નાતક, ડીપ્લોમાં લાયકાત ધરાવતા તેમજ દિવ્યાંગતા આધારે 18 થી 32 વર્ષ ઉંમર ધરાવતા અનુભવી તેમજ બિન અનુભવી ઉમેદવારોને ઈન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા રોજગારીની તક આપવામાં આવશે. તેમજ વિવિધ સ્વ રોજગાર સંસ્થાઓ દ્વારા સ્વરોજગારલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે.ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા જીલ્લા રોજગાર અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.