શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે ભારત બંધના એલાનને લઈને બજારો બંધ રહયા

  • સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસી ક્રિમિલિયર લાગુ કરવાના આપેલા ચુકાદાને લઈને વિરોધ.
  • દલિત અધિકાર સંઘ સાથે જોડાયેલા મહેશ સોલંકી સહિતના યુવાનો એકત્રીત થઈને અનામત બચાવો…જય ભીમ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે ભારત બંધના એલાનને લઈને બજારો બંધ રહયા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી, એસસી, ક્રિમિલિયર લાગુ કરવાના આપેલા ચુકાદાને લઈને દલિત અધિકાર સંઘ સાથે જોડાયેલા યુવાનો દ્વારા અનામત બચાવોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ

શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે ભારત બંધ એલાન ને લઈને બજારો સવારથી બંધ જોવા મળ્યા હતા.જ્યારે બસ સ્ટેશન પાસે દલિત અધિકાર સંઘ સાથે જોડાયેલા મહેશ સોલંકી સહિતના યુવાનો એકત્રીત થઈને અનામત બચાવો… જય ભીમ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરવા ગામના બજારો સવારથી બંધ હોવાથી ખરીદી કરવા આવતા લોકો ખરીદી કર્યા વગર પરત જતા જોવા મળવા સાથે રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા હતા. જોકે, મોરવા રેણા ગામ ખાતે બજારો સજ્જડ બંધ રહેતા ભારત બંધના એલાનને અહીં સમર્થન મળ્યું હતું.

જ્યારે દલિત અધિકાર સંઘના અગ્રણી મહેશ સોલંકી એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા ને લઈને અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને મોરવા રેણા ગામના બજારો બંધ રહેવા સાથે તમામ સમાજના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખેલ હતા. આ ચુકાદો પરત ખેંચવામાં આવે એવી અમારી માંગ છે.દલિત અધિકાર સંઘ સાથે જોડાયેલા આ ગામ સહિતના આજુબાજુના ગામના અનેક યુવાનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો.