ગોધરા જહુરપુરા શાકમાર્કેટ, જુની પોસ્ટ ઓફિસના કોટને અડીને આવેલ ખુલ્લી જગ્યાઓ ઉપરથી કેબીનો, કંપાઉન્ડ વોલ, છજા, ઓટલાનું દબાણ કરેલ હોય તેવા દબાણકર્તાઓને ગોધરા પાલિકા દ્વારા નોટીસ આપી બે દિવસમાં પુરાવા રજુ કરવા જણાવવામાં આવ્યું.
ગોધરા જહુરપુરા વિસ્તારમાં જુની પોસ્ટ ઓફિસના કંપાઉન્ડની કોટની દિવાલને અડીને અનેક કેબીનો, છજાઓ, ઓટલાઓ બનેલ છે. જે ગુજરાત નગર પાલિકાના અધિનિયમ 1963ની કલમ 185 મુજબ સાર્વજનિક રસ્તા અને ખુલ્લી જગ્યા ઉપર દબાણ કરેલ હોવાનું જણાઈ આવે છે. ત્યારે જુની પોસ્ટ ઓફિસના કોટને અડીને કેબીન, છજા, ઓટલા, સીડી, કંંપાઉન્ડ ધરાવતા હોય તેવા લોકોને નોટીસ આપી બે દિવસમાં પુરાવા રજુ કરી ખુલાસો કરવા સુચન કરાયું છે.